પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) પ્રમુખ સ્મિતાબેન પટેલ પોતાના અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવા બદલ ₹400 ની રકમ ભરપાઈ કરવાની ફરજ પડી હતી.
તો પાલિકાની ગાડીનો પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગાડી ફેરવતા હોવાનું વિરોધ પક્ષના ભરતપાટીયા ને ધ્યાને આવતા તેઓએ વાહન શાખામાં આરટીઆઇ(RTI) મારફતે માહિતી માંગી હતી જેની જાણ પ્રમુખને થતા જ તેઓએ પોતાની જાતે જ નિવેદના આપી સામેથી પૈસા ભરવાની તત્પરતા દર્શાવી હતી.
પાલિકાના પ્રમુખે 6 માર્ચ 2023 ના રોજ સવારે સાત કલાકે પોતાના સંબંધીનો માંડોત્રી મુકામે મરણ થયું હોય પાલિકાની ગાડી નો પાટણથી માંડોત્રી જવા આવવા માટે ઉપયોગ કર્યો હતો ત્યારે વિરોધ પક્ષ ના ભરત ભાટિયા દ્વારા આ અંગેની માહિતી માંગતા પ્રમુખે જાતેજ નિવેદન આપી સામેથી પૈસા ભરપાઈ કરવાની વાહન શાખાના ક્લાર્ક ને લેખિતમાં જાણ કરી હતી.
આમ પાલિકા ની ગાડી નો પોતાના અંગત કામ ખાતર ઉપયોગ કરવા બદલ પાલિકા પ્રમુખને (Smitaben Patel) રૂપિયા ૪00 ભરવાની ફરજ પડી હતી આમ પાટણ નગરપાલિકાની (Nagarpaliak) ગાડીઓનો દુરુપયોગ ના થાય તે માટે આગામી સામાન્ય સભામાં વાહન શાખાના ચેરમેન મોહમ્મદ હુસેન ફારૂકીએ પાલિકા પ્રમુખ સહિત ના તમામ વાહનો માં જીપીએસ સિસ્ટમ લગાવવા પણ યાદી આપી છે
રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ