પાટણ શહેરના ટેલીફોન એકસચેન્જ રોડ પર આવેલ મિનળ પાર્ક સોસાયટીનાં રહીશો દ્વારા તમામ તહેવારોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે
ત્યારે શુક્રવારના પવિત્ર દિવસ થી શરૂ થયેલા જગત જનની માં જગદંબા ની આરાધના નાં પાવન પર્વ સમા નવરાત્રી પર્વનો શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તિ સભર માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નવરાત્રી નાં પ્રથમ દિવસના પ્રારંભ પ્રસંગે મિનળ પાર્ક સોસાયટી નાં રહીશો નાં આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહેલા ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપિ્રટેન્ડેન્ટ ડો.મનિષ રામાવતે માં અંબા ની આરતી ઉતારી નવરાત્રી પર્વનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પાવન પ્રસંગે ડો.મનિષ રામાવતે મિનળ પાક સોસાયટી નાં રહીશો ની લાગણી ને સરાહનિય લેખાવી નવરાત્રી પર્વ ની શુભકામના વ્યક્ત કરી જગત જનની જગદંબા નાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.