PATAN : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુંકા ખાતે આવેલા ચોરમારપુરા ગામે સરસ્વતી તાલૂકાના નવા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના (Pradipsinh Jadeja) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વહિવટી સરળતા ખાતર ઉભા કરવામાં આવેલા આ નવીન પોલીસ સ્ટેશનથી તાલુકાના ૪૯ ગામના પ્રજાજનોને વધુ સારી સલામતી સેવાઆે પૂરી પાડી શકાશે. આનાથી પ્રજાને પડતી અસુવિધાઆે પોલીસ દ્વારા સત્વરે દૂર કરી શકાશે.

સરસ્વતી તાલુકાના (Saraswati Taluka) ચોરમારપુરા ખાતે વાગડોદ પોલીસ સ્ટેશન હસ્તકના સરીયદ અને વાયડ આઉટપોસ્ટ તથા પાટણ પોલીસ સ્ટેશન હસ્તકના વામૈયા આઉટપોસ્ટનો સમાવેશ કરી શરૂ કરવામાં આવેલા આ પોલીસ સ્ટેશનમાં પ૭ જેટલા પોલીસ અધિકારીઆે તથા પોલીસકર્મીઆે ફરજ બજાવશે.

આ સાથે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કુણઘેર ખાતે રૂ.૩પ લાખના ખર્ચે નવનિમિત આઉટપોસ્ટના મકાન તથા સ્ટાફ ક્વાર્ટર્સની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.સરસ્વતી ખાતે નવનિમિત પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગાર્ડ આફ આેનર આપવામાં આવ્યું હતું. મંત્રીએ બેન્ડનું નિરિક્ષણ કરી તેની કામગીરીને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024