PATAN : સેવા સેતુ કાર્યક્રમ (seva setu programme), ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference), સરસ્વતી પોલીસ સ્ટેશનના (Police station) લોકાર્પણ અને પોલઇસ વિભાગ દ્વારા આયોજીત હેલ્થ ચેકઅપ કેમ્પની મુલાકાત બાદ અતિ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપિસહ જાડેજાએ પાટણ તાલુકાના સરવા ગામ ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરમાં પૂજા-અર્ચના કરી આદ્યશિક્તના આશિવાદ મેળવ્યા હતા.

મંદિરના પૂજારી દ્વારા ગૃહ રાજ્ય મંત્રીને માતાજીના આશિવાદરૂપ ચુંદડી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.આ મુલાકાત દરમ્યાન સરવા ગામના વતની ડો.આર.કે.પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનું (Pradipsinh Jadeja) સાલ આેઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કર્યા બાદ મંત્રીએ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કયુઁ હતું.