પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટને લઈને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગુરુવારની સાંજે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડકની લહેર પ્રસરી જવા પામી હતી.

ગાજવીજ સાથે સાંબેલાધારે પડેલા વરસાદના કારણે શહેરના રાજમાર્ગો જળબંબાકાર બન્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી.

બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ ગુરૂવારે સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નાના બાળકોથી મોટેરાઆેએ પણ વરસાદમાં ભીજાઇને અસહ્ય ઉકળાટ વચ્ચે ઠંડકની રાહત અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024