પાટણ સિદ્ઘપુર ચોકડી હાઇવે માર્ગ પર આેવરબિ્રજ બનવાની કામગરી ચાલી રહી છે. જેને લઈ જૂની ભૂગર્ભ લાઇનનું સિફટીંગ કામોમાં અવરોધ રુપ બનતા ગેરકાયદેસર દબાણોને નગરપાલિકા તંત્ર દ્વારા દુર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને અવરોધતા રપ જેટલા કાચા પાકા દબાણોને દુર કરવાની કામગીરી શરુ કરાઈ છે.
સિદ્ઘપુર ચાર રસ્તા પાસે શ્રમજીવી સોસાયટીની નજીક ભુર્ગભ ગટરની કામગીરીમાં અડચણરુપ બનતા કાચા પાકા ગેરકાયદેસર દબાણોને આજે નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દુર કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં રૂ.પપ લાખના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યારે સિદ્ઘપુર ચાર રસ્તા પાસે શ્રમજીવી સોસાયટી પાસે આેવરબ્રીજ તેમજ ભુગર્ભ ગટરની સિફટીગ કામગીરીમાં રોડની બાજુમાં આવેલ ગેરકાયદેસર રપ જેટલા કાચા પાકા મકાનોને નગરપાલિકા તંત્ર દ્વારા આજે દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાનન કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે પોલીસતંત્રને પણ સાથે રાખવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા દબાણ હટાવાની કામગીરીને લઇ કેટલાક લોકોએ સ્વેચ્છાએ પોતાના ઝૂંપડાઆે હટાવાની શરુઆત કરી હતી. તો અન્ય કાચા પાકા ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીન વડે દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આમ, પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને અવરોધતા રપ જેટલા કાચા પાકા દબાણોને દુર કરવાની કામગીરી શરુ કરાઈ છે. ત્યારે પાલિકા તંત્ર દવારા શહેરમાં અન્ય બિલ્ડરો દવારા કરવામાં આવેલા અનઅધિકૃત દબાણોને પણ કોઈની શેહ સરમ રાખ્યા વિના તોડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.