શ્રી ઝુલેલાલ રાસમંડળ ચાચરીયાચોક પાટણ ૪૦ દિવસના ઝુલેલાલ ભગવાનના ઉજાવાસ ઉજવણી પ્રસંગે પાટણ શહેરમાં વસતા સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનનું મંદિર ચાચરીયાચોક પાટણ ખાતે આવેલ છે. ૧૬ જુલાઈથી ર૪ ઓગસ્ટ સુધી ૪૦ દિવસ ઝુલેલાલ ભગવાનના ઉપવાસ ભારતભરમાં વસતા સિંધી સમાજના ભાઈઓ-બહેનો દ્વારા કરવામાં આવતા હોય છે.

આ ઉપવાસનું મહત્વ એક ટાણુ કરીને કરવામાં આવે છે. રાત્રે બાર થી સવારે બાર વાગ્યા સુધી કશું જ ખાવાનું હોતુ નથી સવારે ઝુલેલાલ ભગવાનની પૂજા-આરાધના કરી અખો મંત્ર કરવામાં આવે છે. ૪૦માં દિવસે તેની ઉજવણી ઝુલેલાલ મંદિરમાં કરવામાં આવી હતી. ઉજવણીમાં ચાર માટલીઓ મૂકી તેમાં મીઠા ભાત, ચણા, મીઠાઈ, સાકર, ગંગાજળ અને ફળ મૂકી તેની પૂજા-અર્ચના કરી જળના જળચરો એ ખાઈને સંતુષ્ટ પામે છે. એટલે જ કહેવાય છે કે જહાજલ ઔર જયોત વહા ઝુલેલાલ ભગવાન કા વાસ હૈ.

આ પૂજન અચ્ચણ નરેશ પોહાણી, કિશન ધનવાણી, જય પોહાણી ઉપવાસ કરનાર સેવકને પૂર્ણ કરાવ્યું હતું. આ પ્રસંગે ઝુલેલાલ ભગવાનના કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. આરતી-પ્રસાદ ભજનનો કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ખેમચંદભાઈ પોહાણી, દિનેશ નારવાણી, હરેશભાઈ ઠકકર, રાજુભાઈ ઠકકરે સંભાળ્યું હતું.

અને ચાલીયા સાહેબની પૂણાહૂતિ પ્રસંગે ઝુલેલાલ મંદિર ખાતે અખો મંત્ર બોલી ઉપવાસ કરનાર ઉપાસકો દ્વારા તેની પૂજાવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખેમચંદભાઈ પોહાણીએ ચાલીયા સાહેબની પૂણાહૂતિ પ્રસંગે કરવામાં આવેલી પૂજાવિધિ અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024