પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરદાર કોમ્પલેક્ષ નર્કગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે પણ આ ગટરલાઇન ઉભરાઇ રહી છે છેલ્લા છ મહિનાથી આ કોમ્પ્લેકસની અંદર ભૂગર્ભ ગટરના પાણી રેલાઇ રહ્યા છે ભૂગર્ભ ગટરના ચેરમેન શ્રી મુલાકાત લે અને તાત્કાલિક આનો ઉકેલ આવે નહિ તો ટુંકજ સમયની અંદર આ કોમ્પ્લેક્ષના વેપારીઓને સાથે રાખી કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂગર્ભ ગટરના ચેરમેનની ઓફિસ અને ચીફ ઓફિસરની ઓફિસ ની અંદર આ ગટર ના પાણી નાખવામાં આવવવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

વેપારીઓ ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીથી મારતી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને રોગચાળો ફાટી નિકળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.

નગરપાલિકા દ્વારા તાત્કાલિક અહીંયા પાવડરનો છંટકાવ કરવા રાજ નેતાઓ આવે ત્યારે જ પાવડરનો છંટકાવ થાય છે પણ જ્યારે પ્રજા હેરાન થાય ત્યારે નગરપાલિકા દ્વારા કોઇપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી આરોગ્ય ખાતાની ટીમ પણ મુલાકાત લે તેવી વેપારી મિત્રોએ માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024