સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના રમેશભાઈ શ્રીરામભાઈ ઠકકરની કરિયાણાની દુકાનમાંથી આજરોજ વહેલી સવારે એક છકડામાં સસ્તા અનાજના ઘઉં ભરાવીને નવાગંજ ખાતે વેચાણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
ત્યારે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ સહિત કાર્યકર્તા ઓને આ અંગેની જાણ થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આશરે ૧૩ કટા ઘઉંના પકડી પાડી નાયબ મામલતદાર પુરવઠાને ટેલીફોનીક જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અને તેઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કહેવાતા સસ્તા અનાજની દુકાનના ઘઉંના જથ્થા સાથે ટેમ્પોને અન્ન અને નાગરીક પુરવઠાના ગોડાઉન ખાતે લઈ જઈ માલ અને ટેમ્પોને સીઝ કરવામાં આવ્યા હતા. તો ટેમ્પો ચાલકે આ ઘઉંનો જથ્થો ગણેશપુરાની કરિયાણાની દુકાનમાંથી ભર્યો હોવાનું જણાવ્યું હતું.