Indian-made foreign liquor

પાટણ એલસીબી પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની આશરે રુપિયા 4 લાખ ની કિંમતની બોટલ નંગ-2907 ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સપેકટર આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો ચાણસ્મા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, ધર્મેશભાઇ ઉર્ફે સન્ની સુરેશભાઇ પરમાર રહે.ચાણસ્મા ઉગમણા દરવાજા તા.ચાણસ્મા વાળો તેના મળતીયા માણસોના મેળાપીપણામાં રહી ઉગમણા દરવાજા નજીક ભારતીય બનાવટના પર-પ્રાંતિય વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરી કરાવે છે. જે બાતમી હકિકત આધારે સદરી જગ્યાએ રેડ કરતા સોલંકી જીજ્ઞેશકુમાર ભાનુકાન્ત ઉ.વ.૨૩ રહે, ચાણસ્મા ઉગમણા દરવાજા તા.ચાણસ્મા જી.પાટણવાળાને ગેરકાયદેસર ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલ નંગ- ૨૯૦૭ કિં.રૂ. ૪,૦૮,૮૮૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ:-

(૧) સોલંકી જીજ્ઞેશકુમાર ભાનુકાન્ત ઉ.વ.ર૩ રહે,ચાણસ્મા ઉગમણા દરવાજા તા.ચાણસ્મા જી.પાટણ

પકડવાના બાકી આરોપીઓનુ નામ, સરનામુ:-

(૧) ધર્મેશભાઇ ઉર્ફે સન્ની સુરેશભાઇ પરમાર રહે.ચાણસ્મા ઉગમણા દરવાજા તા.ચાણસ્મા જી.પાટણ
(૨) વણઝારા લાલજીભાઇ મોહનભાઇ રહે.ચાણસ્મા તા.ચાણસ્મા જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ/બિયર ટીન કુલ નંગ-૨૯૦૭ કિંરૂ.૪,૦૮,૮૮૦/-
(૨) એક્ટીવા નંબર GJ-24-AB-6760 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૪,૩૩,૮૮૦/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024