પાટણ: ચાણસ્મા તાલુકામાં એસટી બસનો સર્જાયો ગંભીર અકસ્માત, ડ્રાઇવરના બંને પગ કપાયા
પાટણ જિલ્લાના ચાણસ્મા ગંગેટ પાસે ચાણસ્માથી ઊંઝા જતી એક બસચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કંડકટર સહિત સાત મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે રવિવારે ગંગેટ-જીતોડા હાઇવે પાસે ચાણસ્માથી ઊંઝા જતી બસના ચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે ટકરાઈ હતી. જેના કારણે બસમાં સવાર 7 મુસાફરો સહિત બસ ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતમાં ઇજા થયેલ તમામ પેસેન્જરોને 108 મારફતે પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. અકસ્માતમાં ડ્રાઇવરના બંને પગ કપાતા અને ગંભીર રીતે ઘાયલ થતા બસ ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ચાણસ્માથી ઊંઝા લઈને જતા બસ ડ્રાઇવરને ચક્કર આવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી જેના કારણે બસ ડ્રાઇવર સ્ટેરીંગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હતો જેના કારણે નીકળી ના શકતા બસની સીટ કાપી બહાર કાઢવામાં આવ્યો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોની યાદી
ભરત ભાઈ રાજપૂત (કંડક્ટર), મહેશજી ઠાકોર, વાલીબેન ઠાકોર, ગીતાબેન રાહુલભાઈ રાવળ, રતિલાલ પટેલ, જોશના બેન પંચોલી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ