હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીમાં આેકટોબર- ડિસેમ્બર-ર૦ર૦માં સ્થગિત કરાયેલ અને બાકી રહી ગયેલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-૧ ની આેનલાઈન પરીક્ષાઆેનો આજથી પ્રારંભ થવા પામ્યો છે.
યુનિવિર્સટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.કે આજરોજ અગાઉ બાકી રહી ગયેલ અને સ્થગિત કરાયેલી ૧૭ જેટલી સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-૧ ની આેનલાઈન પરીક્ષાઆેનો પ્રારંભ થવા પામ્યો છે.
- 200થી વધુ પૂર્વ સાંસદોને બંગલા કરવા પડશે ખાલી, નોટીસ આપવાનું કર્યું શરૂ
- ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ગાંધીનગર : રાજ્યના HTAT આચાર્યો ઉપવાસ પર ઉતર્યા..
આ આેનલાઈન પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે અને બીજા તબક્કાની પરીક્ષા ૧૯ જૂન થી પ્રારંભ થશે બીજા તબક્કામાં રપ જેટલી પરીક્ષા લેવામાં આવશે
અને બંને તબક્કામાં મળી કુલ ૯પ હજાર જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપશે તેવું પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.