હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોરોનામાં મુલતવી રાખેલ સ્નાતકમાં સેમ -૬ અને અનુસ્નાતકમાં સેમ ૪ ની જૂની પરીક્ષાઓનો ગતરોજથી પ્રારંભ થયો હતો. જેમાં વિવિધ રપ પરીક્ષાઓ શરૂ થઈ હતી જેમાં અંદાજે પ૦ હજાર છાત્રોની પાંચ સેશનમાં પરીક્ષાઓ લેવામાં આવી રહી છે .

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન પાંચ જિલ્લાની વિવિધ કોલેજોમાં માર્ચ જુન ર૦ર૧ ની પ્રથમ તબકકાની સ્નાતક સેમ ૬ અને અનુસ્નાતક સેમ -૪ ની વિવિધ રપ પરીક્ષાઓ ગતરોજથી પ્રારંભ થયો છે જેમાં સ્નાતક સેમ .૬ માં બી.એ. , બી.કોમ , બી.એસ.સી.બીબીએ બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુની પરીક્ષાઓ શરૂ થઈ હતી જ્યારે અનુસ્નાતક સેમ -૪ માં બી.એડ.એમ.કોમ, એમ.એસ.સી. એમ.એસ.ડબલ્યુ , એમ.એ, સહિતના વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ યોજવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ગતરોજથી વિવિધ રપ પરીક્ષાઓ માં અંદાજે પ૦ હજાર વિધાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે ગતરોજથી માર્ચ જૂન ર૦ર૧ ની સ્નાતક ૬ અને અનુસ્નાતક સેમ ૪ ની તમામ રપ પરીક્ષા ઓન લાઇન પદ્ઘતિ થી લેવાનાર છે.

તેમાં અંદાજીત પ૦ હજાર વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.સરકાર દવરા બે દિવસ પહેલા ઓફલાઇન પરીક્ષા લેવા માટે જણાવેલ છે.તો હવે પછી ની અનુસ્નાતક સેમ ર ની પરીક્ષા માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ કુલપતિ તેમજ કુલસચિવ અને કારોબારી સભ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024