સોના ચાંદી તેમજ મિલ્કત સહિત વાહન અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવાનો શુભ દિવસ એટલે પૂષ્ય નક્ષત્ર. શરદપૂણિમાં પછી અને દિપાવલીના પર્વ પૂર્વે ભારતીય કેલેન્ડર વર્ષ પ્રમાણે આવતા પૂષ્યનક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે

ત્યારે ગુરુવારે ગુરુ પુષ્યનક્ષત્રનો યોગ સર્જતાં પાટણમાં લોકોએ પોતાની યથાશકિત મુજબ સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી.ભારતીય સંસ્કૃતિમાં અમુક ચોકકસ દિવસોને અતિશુભ માનવામાં આવે છે .વર્ષ દરમ્યાન ૧ર પુષ્ય નક્ષત્રનો દિવસ એ ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે દિપાવલીના પર્વ પૂર્વે આવતા ગુરુ અને રવિ પુષ્યનક્ષત્રને ખરીદી માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે.

આ દિવસે સોના ચાંદીના ઘરેણા, જમીન , મિલ્કત કે વાહનની ખરીદી માટે તેને લોકો શુભ માને છે ત્યારે આજથી શરુ થયેલ પુષ્યનક્ષત્રના યોગને લઈ પાટણ શહેરના ઝવેરી બજાર સહિત મુખ્ય બજારમાં આવેલ સોના ચાંદીના શો રુમ ઉપર મહિલાઓએ પોતાની યથાકિત મુજબ દાગીના તેમજ ચાંદીની મૂર્તિઓ સહિત અન્ય ઘરેણાની ખરીદી કરી હતી.

વેપારીઓ એ આજના દિવસને અતિશુભ ગણાવી આ દિવસે સોનાના દાગીના ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો અવિરત વાસ થાય છે તેવો મત વ્યકત કર્યો છે. ત્યારે આજે દિપાવલી પર્વ પહેલા શરુ થયેલા આ પુષ્યનક્ષત્રને લઈ પાટણના નગરજનો સહિત અન્ય લોકોએ પોતાના માંગલિક પ્રસંગો ને દિપાવવા અંદાજિત ૧૦ કિલો સોનુ અને ૧૦૦ કિલો ચાંદીના દાગીના સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024