પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટીના કન્વેન્શન હોલ ખાતે માં સરસ્વતી સેવા સમિતિના નેજા હેઠળ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને તેમજ કોરોના કાળમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેનાર પ૦૦ લાભાર્થીઓનું સન્માન ખેસ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટિલે જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની રાજનીતિમાં મોટો બદલાવ લાવ્યો છે. પહેલાના સમયમાં જાતિ, ધર્મ, જિલ્લો, પ્રાંત ના આધારે રાજકારણ ખેલાતું પરંતુ નરેન્દ્રભાઇ એ લોકસેવા થકી વિકાસ ની રાજનીતિ નો પ્રારંભ કર્યો છે.

તેમણે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી ૪૪૦ યોજનાઓ ને મોબાઈલ એપ દ્વારા લોકો સુધી પહોંચાડી છે. ત્યારે કાર્યકર્તાઓ પણ પોતાના બુથ ઉપર ઘર ઘર સુધી લોકોને આ યોજનાઓનો લાભ આપે તે અપીલ કરી હતી ખાસ કરીને બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાંને સુસંગત સુકન્યા સમૃદ્ધિ યોજના, ગંગા સ્વરૂપ વિધવા પેન્શન, ૧ર રૂપિયામાં વીમો આપતી પ્રધાનમંત્રી વીમા યોજના લોકો સુધી પહોંચાડવા આહવાન કયું હતું

આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ વાઘેલા, મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય દિલીપભાઇ ઠાકોર, નંદાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ ઉપસ્થિતરહ્યા હતા. તેમણે કાર્યક્રમના આયોજક માં સરસ્વતી સેવા સમિતિના અધ્યક્ષ કે સી પટેલ , સ્નેહલભાઈ પટેલ તેમજ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ કેટલીક મહિલા લાભાર્થીઓને કોરો સન્માન પત્ર હાથમાં પધરાવી દેતા અને કાયક્રમ પૂર્ણ થતાં ફુડ પેકેટ વિતરણ માં લોકોની પડાપડી થી ઉપસ્થિતકાયક્રમમા ઉપસ્થિત મહિલાઓ નારાજ બની હતી અને આ મુદ્દો ઉપસ્થિત લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યો હતો.