પાટણ : સાંતલપુરમાં મોકડ્રિલનું આયોજન, ટેન્કરમાં કેમિકલ લીકેજ થતા લાગી આગ, જાણો વિગત વાર માહિતી.

પાટણ : સાંતલપુર મોડર્ન સ્કૂલ નજીક સતર્કતા અને સજ્જતાના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઇવે પર ટેન્કરમાં કેમિકલ લીકેજ સર્જાય અને આગ લાગવા જેવી દુર્ઘટના સર્જાય તો તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવા અને સતર્કતા માટેનું આયોજન માટેની મોકડ્રિલનું આબેહૂબ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલમાં સાંતલપુર મામલતદાર મહેન્દ્ર પરમારની અધ્યક્ષતામાં મોડર્ન સ્કૂલ જોડે ટેન્કરમાં લીકેજ થતા તાત્કાલિક મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ સહિત 108નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ દ્વારા સતર્કતાના ભાગ રૂપે એક સાઈડનો નેશનલ હાઇવે બંધ કરાવી કામગીરી કરાઈ હતી. ટેન્કરમાં કેમિકલ લીકેજ થતા અને આગ લાગવાના કારણે સાંતલપુર સ્થિત હીન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મુન્દ્રા દુલ્હી પાઇપલાઇનની ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના આબેહૂબ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

સરહદી વિસ્તારના હાઇવે પર જો કેમિકલ ટેન્કરણમાં લીકેજ થાય અને આગ લાગેતો સતર્કતા અને સજ્જતા માટે તંત્ર દ્વારા આગોતરા આયોજન હેતુ તૈયારીના ભાગ રૂપે મોકડ્રિલ યોજાઈ હતી.

જેમાં મામલતદાર એમ.જી.પરમાર,નાયબ મામલતદાર અર્જુનસિંહ, તલાટી વિક્રમસિંહ રાઠોડ, પીએસઆઇ એન.ડી.પરમાર, એચપીસીએલના પ્લાન્ટ મેનેજર રમેશ યાદવ, કિરણ કુમાર, નિર્મલસિંહ દાનું સહિત ન સ્ટાફ જોડાયો હતો અને મોકડ્રિલ યોજી હતી.