ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ પ્રજાપતિ હિતેશભાઈ પબાભાઈ એ યોગ ટ્રેનર તાલીમ શિબિર , પ્રજાપતિ છાત્રાલય ,પાટણ ખાતે આજરોજ સવારે ૬ વાગે ના રોજ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં.
શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ ના પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિ,મંત્રી રઘુભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ ,ભીખાભાઈ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો દ્વારા યોગ ટ્રેનર તાલીમ શિબિર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દેશમાં યોગનું મહત્વ અને પોતાના જીવન માં યોગ અપનાવવાના હેતુ થી આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યોગ કોચ હિતેશભાઈ પ્રજાપતિએ લોકો ના ઘર ઘર સુધી યોગને પહોંચાડવા માટે આહવાન કયુઁ હતું.આ સાથે લોકો યોગને પોતાના રોિજદા જીવનમાં અપનાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.