પાટણ નગરપાલિકાના ઘીવટા વોર્ડના વોર્ડ ઇન્સ્પેકટર જયંતિભાઈ મોદી ૩ર વર્ષેની સુદિર્ધ નોકરી સંપન્ન કરીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલા એક સમારંભમાં તેમને પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી કે.સી. પટેલે શ્રીફળ-સાકર આપીને અને શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને તેમની સેવાઓને બિરદાવી હતી.

આ ઉપરાંત પાટણ પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને પણ પુષ્પગુચ્છ આપીને તેઓને વિદાયમાન આપી તેમની સેવાઓને બિરદાવી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે જયંતિભાઈ મોદી સાથેના જૂના સંસ્મરણોને વાગોળવાની સાથે તેમના સુધરાઈ સભ્ય અને પ્રમુખ બન્યાનાં ૧૯૮૯ના કાર્યક્રમને સ્મૃતિમંત કર્યા હતા. કે.સી. પટેલે જણાવ્યું હતું કે જયંતિભાઈ મોદીને આજદીન સુધીના તમામ નગરસેવકો સાથેનો નાતો અકબંધ જાળવી રાખ્યો હતો. શહેરમાં નાનામાં નાની બાબતોમાં અઘરી કામ કરવાની જવાબદારી વોર્ડ ઈન્સ્પેકટરોના શીરે હોય છે. તેમના માથે વોર્ડની કામગીરીનું કામ મોટું હોય છે. તેઓએ રાજકારણીઓ સાથે પણ નાતો જાળવવાનો હોય છે.

તેમણે કહયું કે પાટણ નગરપાલિકાએ ચૂંટાયેલા નેતાઓની રાજકીય કારકિદર્ીના ઘડતરનું મહત્વનું કેન્દ્ર છે. તેમણે સુધરાઈ સભ્યોને શીખ આપતા કહયું કે અત્યારે તો પાટણમાં એટલી બધી ગ્રાન્ટો આવી રહી છે કે તે કયાં વાપરી તે પ્રશ્ન છે ત્યારે નગરસેવકોએ લાંબી દુષ્ટિ રાખીને શહેરના વિકાસના કામોને પ્રાથમિકતા આપવી જોઈએ અને શહેર સુધડ દેખાય તે માટે પ્રયાસરત રહેવું જોઈએ.

અમારા કાર્યકાળમાં એક એક વર્ષના પ્રમુખ હતા. ત્યારે માંડ સાત-આઠ મહિના અમારે કામગીરી રહેતી હતી તે સંઘષપૂર્ણ રહેતી હતી છતાં નગરપાલિકા સારી રીતે ચાલતી હતી. એ વખતે અમે નગરપાલિકાનો વહીવટ સારો ચાલતો જોયો છે. હું મારા પ્રવચનોમાં અન્ય સ્થળે તે વખતે પાટણ નગરપાલિકાના સારા વહીવટનું ઉદાહરણ આપતો હતો.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ પણ પ્રવચન કયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જયંતિભાઈને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે અરવિંદભાઈ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, દેવચંદભાઈ પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન જે.વી. પટેલ અને આભારવિધી ઓ.એસ. જયભાઈ રામીએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024