પાટણ(patan) શહેર ખાતે પ્રથમ વરસાદમાં જ પાટણ નગરપાલિકા નો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો ગત વર્ષે પાટણ શહેરમાં બનેલા નવીન રોડ માં કોઈપણ સુપરવિઝન પાટણ નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી ન થવાના કારણે નવીન બનેલા રોડ લેવલિંગ વગરના અને કુદરતી પાણી ના જેટલા નિકાલ હતા તે બંધ થતાં આજે તમામ નવીન બનેલા રોડમાં પાણી ભરાયા હતા.
તેમજ પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ સારું સ્ટ્રોમ વોટર લાઈન ની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી પહેલેથી જ શંકાના દાયરામાં હતી તેમ છતાં પણ પાટણ નગર પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તથા જવાબદાર ચેરમેનશ્રીઓ અને કર્મચારી દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન ન કરવામાં આવતા અને આ કામગીરી હલકી કક્ષાની હોઇ જે વિસ્તારમાં કામગીરી ચાલતી હતી તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરઓ અને રહીશોએ વારંવાર ફરિયાદ કરવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈપણ નોટિસ આપેલ નથી કે ખુલાસો પુછવામાં આવેલ નથી ગતરોજ પડેલ પ્રથમ વરસાદ(rain) ના કારણે પાટણ નગરપાલિકાની ભ્રષ્ટાચાર વાળી કામગીરી ખુલ્લી પડેલ છે પાટણ શહેરમાં જે જગ્યાએ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે તમામ વિસ્તારમાં હાલ ભુવોઓ પડ્યા છે તેમજ આ ભૂવાઓના કારણે ઘણા પ્રજાજનો હેરાન પરેશાન થયા હતા
છીડીયા દરવાજા થી પારેવા સર્કલ થઈ પ્રિતાંબર તળાવ સુધી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે લાઇન રોડ લેવલ કરતાં ઉંચી હોય આ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને પાણી ના નિકાલ સારું ગેરકાયદેસર વરસાદી પાણી ભૂગર્ભ ગટર લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન ના ઢાંકણા ખોલી વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ પાટણ શહેરમાં નીલમ સિનેમા થઈ મીરા દરવાજા પાટણ શહેરના શ્રદ્ઘા ફ્લેટ થી ગૂંગડી તળાવ, કાળી બજારથી ખાનસરોવર તરફ અને પારેવા સર્કલ થી પીતાંબર તળાવ ના વિસ્તારો માં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા હતા અને ભૂવાઓ પડ્યા હતા.
પાટણ શહેરમાં જે તમામ જગ્યાએ ભુવાઓ પડ્યા છે તેને તાત્કાલિક પુરાણ અને રોડ લેવલિંગ કરવા સારું પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કે કોન્ટ્રાક્ટરને સત્વરે નોટિસ આપીને આ ભુવા ની કામગીરીનું પુરાણ કરાવે તેમજ પાટણ શહેરમાં મોબાઇલના ટાવરની જે ખોદકામની કામગીરી ચાલે છે તે કોન્ટ્રાકટરને નોટિસ પાઠવીને ચોમાસુ પુર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી ન કરવા કડક સૂચના આપવામાં આવે તેવું વિરોધ પક્ષાના નેતા ભરત ભાટીયાએ જણાવ્યું હતું.