લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારનો પ્રથમ સ્નેહમિલન નવીન સર્કિટ હાઉસ ખાતે ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટના સભ્યોએ શુભેચ્છા પાઠવી લોકપ્રિય ટ્રસ્ટના ઉદેશ્યોને સાર્થક બનાવવા પ્રતિજ્ઞા સાથે શિક્ષણ સેવા અને આરોગ્ય સેવા પ્રજાસુધી પહોંચાડવા સંકલ્પ કરવામાં આવ્યા હતા.
અને લોકપ્રિય ટ્રસ્ટ પરિવાર દવારા પ્રજાને અસરરુપ સ્વચ્છતા અંગે ચિંતા વ્યકત કરી સ્વચ્છતામાં સુખાકારી જાળવવા ટ્રસ્ટ દવારા અભિયાન ચલાવી ગંદા વિસ્તારોની યાદી બનાવી જે તે વિભાગોને રજૂઆત કરી તેની ઝુંબેશ ચલાવવા પણ સભ્યોને આહવાન કયું હતું.
આ પ્રસંગે લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરે મળેલા પ્રથમ સ્નેહમિલન અંગેના ઉદેશ્યો અને કરવામાં આવેલી પ્રતિજ્ઞા અંગે વધુ માહિતી આપી હતી.