રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી હતી અને ગુજરાતમાં શિક્ષણ પર આ લહેર ની સીધી અસર પડી હતી ત્યારે રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો હતો

જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧ર મા પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપતા વિધાર્થીઓનું રિજલ્ટ કેવી રીતે બનાવવુ ત્યારે ર દિવસ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ પત્રકની ગાઈડ લાઈન મુજબ પરિણામ બનાવવાની શરૂઆત થઈ છે.

ત્યારે પાટણ જિલ્લા ની વાત કરીએ તો એસ એસ સી બોર્ડ મા અંદાજે ર૧ હજાર વિધાર્થીઆે નોંધાયા હતા અને તમામ ને માસ પ્રમોશન મળતા આજથી પાટણ તાલુકા ની પ૬ સ્કૂલો ના વિધાર્થીઆેના પરિણામ બનાવવા ની કામગીરી વી.કે.ભુલા મા બોર્ડ ના પ્રતિનિધિ ની હાજરી મા શરૂ કરવામાં આવી છે.

ધોરણ ૧૦ ના વિધાર્થીઆે ને માર્ક આપવાની ગણતરીમાં ધોરણ ૯ ની ર પરીક્ષાના માર્ક ગણવામાં આવી રહયા છે. તેમજ ર૦ માર્ક ઇન્ટરનલના મુકવામાં આવી રહયા છે. આમ આ પરિણામ બન્યા પછી બોર્ડમાં ગાંધીનગર મોકલવામાં આવશે. ત્યારે અશોકભાઈ ઠક્કર પાટણ તાલુકા ના પ૬ સ્કૂલોના આચાર્ય અને શિક્ષક પણ આજે આ કામગીરીમાં જોડાયા હતા.

પાટણ સહિત જિૡામાં રાધનપુર-સિદ્ઘપુર-હારીજ તાલુકા મથકે કામગીરી શરૂ થઈ છે અને ર૧ હજાર વિધાર્થીઆે ના પરિણામો તૈયાર કરવામાં આવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024