દર વર્ષ 5 મી સપ્ટેમ્બરે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને શિક્ષક દિન ઉજવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવે છે. ત્યારે પાટણ જિલ્લામાં તા.પ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે શિક્ષક દિન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં જિલ્લાની વિવિધ શાળામાં ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાએ ૧.ડો.બિ્રજેશકુમાર બાબુલાલ દવે શેઠ બી.એમ.હાઇસ્કૂલ,પાટણ માધ્યમિક શિક્ષક, ર. બાબુભાઇ નાગરજીભાઇ દેસાઇ, કુવારા પગાર કેન્દ્ર પ્રા.શાળા, તા.સિધ્ધપુર પ્રાથમિક શિક્ષક,૩. કપિલ બુદ્દિપ્રસાદ શુક્લ ગણેશપુરા પ્રા.શાળા, તા.સિધ્ધપુર પ્રાથમિક શિક્ષકને કેબિનેટ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અવોર્ડ આપી તેઓની સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તાલુકા કક્ષાએ વિવિધ આઠ જેટલા શિક્ષકોની પસંદગી કરી તેઓને પણ સન્માનપત્ર, શાલ અને બુકે દવારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરે શિક્ષક દિનની શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવતાં જિલ્લાકક્ષાએ ત્રણ અને તાલુકા કક્ષાએ આઠ જેટલા શિક્ષાકોની પસંદગી કરીને રાજય સરકાર દવારા તેઓની પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જણાવી અન્ય શિક્ષકો પણ આ શિક્ષકોમાંથી પ્રેરણા લઈ આગામી સમયમાં તેઓની પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા જણાવી શિક્ષક દિન નિમિત્તે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024