પાટણ નાગરિક સહકારી બેંકની રવિવારે એમ.એન હાઇસ્કુલ ખાતે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૬ર૯૯ નું મતદાન થયું હતું જેની મતગણતરી સાંજે ૪:૦૦ કલાકે એમ.એન હાઇસ્કુલ ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં નીચે મુજબ ઉમેદવારોને મત પ્રાપ્ત થયાં હતાં. જેમાં કુલ મત ૮૧૩૪૦માંથી ૩૦ ટકા જેટલુ મતદાન થયું હતું એટલે કે,કુલ મતદાન ૬ર૯૬ થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જે પૌકી પ૮૧૦ મત માન્ય રહ્યા હતા.

જ્યારે ૪૮૬ મત કેન્સલ થયા હતા. પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલમાંથી હેમંતકુમાર તન્નાાની હાર થઈ હતી જ્યારે પરિવર્તન પેનલના મહેન્દ્ર કુમાર જયંતીલાલ પટેલનો વિજય થતા પ્રગતિશીલ પેનલ ખંડિત બની હતી. ર૧ પૌકી ૧૪ બેઠકો જીતી પ્રગતિશીલ પેનલે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો જ્યારે પરિવર્તન પેનલના એક સભાસદનો વિજય થયો હતો જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની પણ હાર થઈ હતી.

પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી સવારે ૮ કલાકે આરંભ થી બપોર ના ર કલાક નાં અંત સુધીમાં અંદાજિત ર૩ હજાર સભાસદો પૌકી ૬ર૯૯ સભાસદો નું મતદાન થયું હતું. કુલ ર૩ બુથો ઉપર અંદાજીત ૮૦ જેટલો સ્ટાફ ફરજ પર તૈનાત રહ્યો હતો.જો કે ર૩ હજાર સભાસદો પૌકી ૬ર૯૯ સભાસદો દ્વારા મતદાન થયું હતું. ગત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં મતદાન ઓછું થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મતદાન મથકોના બંને બિલિડંગમાં સરકારની કોરોનાની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લાઘન થતું જોવા મળી રહ્યું હતું. મોટાભાગના ઉમેદવારો પણ માસ્ક વગર સભાસદોને મળી પોતાની પેનલ તરફી મતદાન થાય તે માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા.

ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા બંને બિલિડંગોમાં મતદાન અર્થ આવેલા સભાસદોને મતદાન કરી ખોટી ભીડ એકત્ર ન થાય તે માટે મતદાન મથક ઉપર થી દુર કરવા કમર કસવી પડી હતી. જયારે મતદાન પૂર્ણ થતાં બપોરના ચાર કલાક બાદ કુલ પાંચ બુથો પર મત ગણતરી હાથ ધરવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી મયુર પટેલે જણાવ્યું હતું

જયારે મોડીરાત્રે ચૂંટણીનું પરિણામ આવતાં પ્રગતિશીલ પેનલ ખંડિત બનતાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને સેટીંગના નામે ઓળખાતા હેમંત તન્નાની હાર થતાં પરિવર્તન પેનલના મહેન્દ્ર પટેલનો વિજય થયો હતો. જયારે પરિવર્તન પેનલના મહેન્દ્ર પટેલની જીત થતાં જ તેમના સગા સંબંધીઓ સહિત મિત્ર વલતુલ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને લોકો જીતની ખુશીથી ઝૂમી ઉઠયા હતા. અને તેઓને ઉંચકીને જીતની ખુશી વ્યકત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. તો પ્રગતિશીલ પેનલના ૧૩ ડિરેકટરો ચૂંટાતા તેમનામાં પણ જીતની અનેરી ખુશી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024