ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત આરોગ્ય સુખાકારી દિવસ કાર્યક્રમ ધારપુર મેડિકલ કોલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોરોનાની મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું તથા નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે પ વર્ષ પૂર્ણ થયાનો આજે ૭મો દિવસ વિકાસ દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતિમાં સારા શાસક હોય ત્યારે રાજા પણ તેના જે કાર્યો કર્યાં હોય તેનો પ્રજા સમક્ષ હિસાબ આપતી હોય છે ત્યારે આજે આપણી સરકાર પણ પ્રજા સમક્ષ નવ દિવસ સુધી પ્રજા માટે કરેલા કાર્યો પ્રજા સમક્ષ મૂકવા આવી છે.

આજના દિવસે સરકારે પ૩૦૦ કરોડ રૂપિયાના અલગ અલગ વિકાસના કામોની ભેટ નાગરિકોને આપી છે. તેમણે જણાવ્યું કે પર સેવા કરવી હોય તો પરસેવો પાડવો પડે અને પરસેવો પાડવો તે સાચુ તપ છે. અને એટલા જ માટે વર્તમાન સરકારને સંવેદનશીલ સરકાર કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયાબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે આગળ ધપાવી છે. કોરોનાના સમયમાં દેશમાં સૌથી ઉત્તમ કામગીરી ગુજરાત સરકારે કરી છે.

ગુજરાતની સ્વૈિચ્છક સંસ્થાઆેએ પણ કોરોના દરમિયાન સરકારને સહયોગ આપીને ઉમદા સેવા કરી છે.
કોરોના દરમિયાન સર્વોત્તમ કામગીરી કરનાર વિવિધ સ્વૈિચ્છક સંસ્થાઆે અને વ્યિક્તઆેનું પ્રશિસ્તપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કોરોનાના સમયે રાત દિન સેવા બજાવનારા વિવિધ વિભાગના અધિકારીઆે અને કર્મચારીઆેનું પણ મહાનુભવોના હસ્તે સન્માન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અટકાયત માટે અને રસીકરણ માટે લોકોને પ્રોત્સાહિત કરનાર સરપંચોને પણ પ્રશિસ્તપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના હસ્તે સિદ્ઘપુર અને રાધનપુર ખાતે સ્થાપવામાં આવનાર પીએસએ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિકાસ દિવસ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રીતિસઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એસ.એ.આર્ય, ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો.યોગેશાનંદ ગોસાઈ, મેડિકલ સુિપ્રટેન્ડન્ટ ડો.મનીષ રામાવત તથા અધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024