દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વાલ્મિકી સમાજ દ્વારા જય જાહેરવીર ગોગા મહારાજના ઉત્સવ નિમિત્તે વાલ્મિકી સમાજ દ્વારા જીણી રેત થી કોહિનુર સિનેમાની સામે આવેલ જાહેર જય ગોગા મહારાજ ના મંદિરે છડી ની પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પાટણનગર દ્વારા જાહેર ગોગા મહારાજ ની છડીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે રમેશ ભાઈ વિઠલભાઈ સોલંકી કૃષ્ણ ભગત રાજુભાઈ ભગત ગોવિંદભાઈ ભગત રાજુભાઈ વિઠલભાઈ ભગત તેમજ સમાજનાં આગેવાનોને પુષ્પમાળા પહેરાવી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી, જિલ્લા મંત્રી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં સમરસતા ની ભાવના પ્રબળ બને એ હેતુથી આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે સમરસ સમાજ બનશે ત્યારે જ સમર્થ ભારત બનવાનું સ્વપ્ન સાકાર થશે.