પાટણ શહેરમાં છેલ્લા ૩ દિવસ થી મેઘરાજા ની વરસાદી હેલી એ જનજીવન પ્રફુલ્લીત કયું છે પરંતુ માલ મિલકત કે રોડ રસ્તા પર ના વીજ પોલને નુકસાન થઈ રહ્યું છે.
હજુ પાટણ પાલિકા ની શોપિંગ સેન્ટર નો આગળ નો ભાગ તૂટી ગયા ની ઘટના તાજી છે ત્યારે આજે મોટી પોસ્ટ ઓફિસ આગળ સીમેન્ટનો એક વીજપોલ નીચેથી તૂટીને નમી ગયો છે જે ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે.
હાલ વીજ પ્રવાહ ચાલુ છે તો અહીં શાકભાજી ની લારીઓ ઉભી રહે છે સાથે જાહેર રસ્તા પરની અવર જવર ચાલુ છે ત્યારે લોકો જીવના જોખમે આ રસ્તા પરથી અવર જવર કરતા જોવા મળ્યા હતા.