પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના બાર ગામ ના લોકો ને અવર જવર નો રસ્તો બનાસ નદી માંથી પસાર થતા રસ્તા ઉપર બનાસ નદીના પુલની કામગીરી અધુરી હોવાથી બાર ગામના લોકો ને પરેશાની ને લઈને આજરોજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બનાસ નદી ખાતે પોંહચી ભાજપ સરકાર સામે આક્ષેપો લગાવ્યા હતા.
ગામ ના લોકો સામે ભાજપ સરકાર કિન્નાખોરી રાખી પુલ ની કામગીરી ના થતી હોવાના આક્ષેપ લગાવ્યો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ઢીલી નીતિ થી પુલ નથી બન્યો અને બીલ ની ચુકવણી કરેલ તેના સામે કાર્યવાહી કરવા માગણી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ કરી હતી.