પાટણ : કોર્ટની ખાસ સભામાં ડી.લીટની પદવી આપવા કરાઈ ભલામણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણની કોર્ટની ખાસ સભામાં ડો. મફતલાલ પટેલને ડી.લિટ.ની માનદ પદવી એનાયત કરવા માટે સર્વનુમતે ઠરાવ કરાયો હતો. હવે આ ઠરાવ રાજ્યના ગવર્નરને મંજૂરી માટે મોકલવામાં આવશે.
કુલપતિ ડો. જે.જે.વોરાની અધ્યક્ષતામાં યુનિવર્સીટીની કાર્ટ (સેનેટ)ની ખાસ બેઠક યુનિવર્સીટીના રંગભવનમાં યોજવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતના વતની અને ગુજરાતી સાહિત્યમાં મહત્વનું પ્રદાન કરનાર ડો. મફતલાલ જે. પટેલને ડી.લિટ. ની માનદ પદવી આપવા માટે આ એક મુદ્દાની ખાસ કોર્ટની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ૩૩ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હોવાનું કુલપતિએ જણાવ્યું હતું.

બેઠકમાં કુલપતિ, રજિસ્ટ્રાર સહિત અધિકારીઓ અને ઉપસ્થિત સેનેટ મેમ્બરો દ્વારા યુનિવર્સીટી કોર્ટની ગત સભાનો ઠરાવ મંજુર કરી ડો. મફતલાલ પટેલને સાહિત્યના ક્ષેત્રની ડી.લિટ.ની માનદ પદવી એનાયત કરવા સર્વનુમતે ઠરાવ મંજુર કરાયો હતો. આ પહેલા યુનિવર્સીટી કારોબારી સમિતિએ આ અંગે ઠરાવ પસાર કર્યાં હતો.

કુલપતિ ડો. વોરાએ જણાવ્યું કે, યુનિવર્સીટી કોર્ટ દ્વારા માનદ ડીગ્રી એનાયત કરવા સર્વનુમતે ઠરાવ પસાર કરાતા હવે આ ઠરાવ રાજ્યપાલને મોકલી તેમની મંજૂરી મળેથી ડો. મફતલાલ પટેલને યુનિવર્સીટીની ડી.લિટ.ની માનદ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવશે.

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર, Patan, Patan News, પાટણ, Patan