પાટણ : રવિધામ બનાવવા કરાયા સંકલ્પ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ ચાણસ્મા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ ગાર્ડન ખાતે પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં વસતા તમામ રોહીત સમાજના ભાઈઆેની એક અગત્યની મીટીંગ મળી હતી.

આ મિટિંગમાં સમાજના પ્રમુખો, આગેવાનો, વડીલો અને બુદ્ઘિજીવી લોકો હાજર રહ્યા હત. આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે રવિધામ બનાવવાનું નક્કી કયું હતું.

ટુંક સમયમાં પાટણની ધરતી પર રોહીત સમાજના ધર્મગુરુ સંત શ્રી રવિદાસ ભગવાનનું ભવ્ય થી અતિભવ્ય સ્મૃતિ મંદિર બનાવવાનું સર્વનુમતે નક્કી કરવામાં આવ્યુ હતું.

જેમાં રવિધામ મંદિર ના કાર્યક્રમ ને પૂર્ણ કરવાં અને આગામી કાર્યક્રમો માટે પ્રમૂખ તરીકે શ્રી વિનોદભાઈ કે સોલંકી ની સર્વનુમતે નિમણૂક કરવામાં આવી હતી.