પાટણ શહેરના સંખારી ત્રણ રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલક ને એસ.ટી. બસ ના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે ટુ-વ્હીલર ચાલક નિવૃત્ત પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચત સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું .
પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે ૨:૩૦ કલાકના અરસામાં પાટણ-ચાણસ્મા હાઇવે પર આવેલ સંખારી ત્રણ રસ્તા પાસે પ્લેઝર જી.જે.ર૪ પી ૮૫૪૦ ને એક એસ.ટી બસ નં. જી.જે. ૧૮ – ઝેડ – ૧૭૫૯ ના ચાલકે ટક્કર મારતા પ્લેઝર ચાલકને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા હાજર લોકોએ ૧૦૮ ને મદદ મટે જાણ કરી હતી. ત્યારબદ પણ ૧૦૮ ના ઇ.એમ.ટી કોમલ રાવલ અને પાયલોટ જયસિંહ રાજપૂત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત બનેલા બ્રહ્મભટ્ટ ભાનુપ્રસાદ નાનાલાલ ઉં.વ. ૬૨ રહે. 44, જયઅંબે રેસીડેન્સી, નવા સર્કિટ હાઉસ પાછળ વાળા ને તુરંત સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગંભીર ઇજાના કારણે મોત થયું હોવાનું ૧૦૮ ના કર્મચારીઓએ જણાવ્યું હતું.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક નિવૃત્ત પોલીસ કર્મચારી હતા. ઘટના અંગે પાટણ એ-ડીવીઝન પોલિસ દ્વારા મૃતકની લાશનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. કરાવી અકસ્માત કરનાર એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.