રોટરી કલબ પાટણના ૧ જુલાઈથી શરુ થતાં નવા વર્ષના પ્રમુખ રાજેશ મોદી તથા સેક્રેટરી રો.શૈલેષ સોનીની ટીમ દ્વારા વર્ષનો પ્રથમ પ્રોજેકટ નિમા મેમોરીયલ ટ્રસ્ટ કેમ્પસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરની ઉપસ્થિતિમાં પ૦૦ ઉપરાંત વૃક્ષાો રોપીને કરવામાં આવ્યો હતો.

કેમ્પસના મંત્રીઓ નરેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ તથા આચાર્ય રોહિતભાઈ દેસાઈ અને રો. યોગેશભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર આયોજનની સાથે મહેમાનોનુંસ્વાગતકરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન દશરથજી ઠાકોર દ્વારા વૃક્ષાોના મહત્વની સાથે સાથે જણાવ્યું હતું કે શાળામાં શિક્ષાકોએ સ્કૂલોમાં વૃક્ષાો વાવી શરુઆતથી જ વિધાર્થીઓને પ્રેરણા આપવી જોઈએ. તેમણે ઉલ્લેખ કરેલ કે માત્ર વૃક્ષાારોપણ કરવાની સાથે વૃક્ષાોનું જતન થાય તે પણ કાળજી લેવામાં આવે.

પ્રોજેકટ ચેરમેન રો.બાબુભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ગરમી તથા ગરમીના દિવસોમાં થતા વધારાથી જમીનને બચાવવા એકલ દોકલ વૃક્ષાોના બદલે એક સ્થળે અનેક વૃક્ષાો વાવીને સૂર્યના કિરણો સામે ધરતી માટે વૃક્ષાોની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે હવેથી એન્વાયરમેન્ટ પ્રોેટેકશનને રોટરીના સાત એરીયા ફોકસમાં સમાવેશ કરવામાં આવ્યો હોઈ પર્યાવરણને લગતા પ્રોજેકટ માટે મેચીંગ ગ્રાન્ટ લાવવાના પ્રયત્નો કલબ દ્વારા કરવામાં આવશે.

આસી. ગવર્નર હરેશ પટેલ, જયરામભાઈ પટેલ સહિત રોટેશન મિત્રો અને કેમ્પસના સ્ટાફ દ્વારા ઉપસ્થિતિ રહી વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024