પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી પણ હોવાથી અહીં અનેક દેવી-દેવતાઓના સ્થાનકો આવેલા છે ત્યારે અહીં વર્ષ દરમ્યાન અને પ્રસંગોપાત ભાવિક ભકતો દવારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.

ત્યારે પાટણ શહેરના છીંડીયા દરવાજા રોડ પર આવેલ રામજી મંદિર ખાતે પિતૃ મોક્ષાર્થ કથાના મુખ્ય યજમાન સ્વ.શ્રી. ઠકકર ગોપાળજી અને માધવલાલ કેશાજી પરિવાર દવારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાદરવા સુદ આઠમના રોજ તિરુપતિ ટાઉનશીપ ખાતેથી ભાગવત સપ્તાહની વાજતે ગાજતે પોથી યાત્રા રામજી મંદિર ખાતે લાવવામાં આવી હતી

અને આ ભાગવત સપ્તાહ ૧૪-૯ થી ર૦-૯-ર૦ર૧ દરમ્યાન દરરોજ બપોરે ર થી પ.૩૦ કલાકે પૂ. નિરજભાઈ શાસ્ત્રીજીના મુખે કથાનું રસપાન કરાવી રહયા હતા. ત્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમ્યાન નરસિંહજી અવતાર, વામન અવતાર, રામ અવતાર, શ્રીકૃષ્ણ પ્રાગટય સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોને આવરી લેવામાં આવ્યા હતા.

ત્યારે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહને લઈ રુક્ષમણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાજતે ગાજતે વરઘોડો કાઢી કથામંડપ સ્થળે લાવવામાં આવ્યા હતા અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ગતરોજ પૂણાહૂતિ થતાં પોથીયાત્રા યજમાનના નિવાસ સ્થાને વાજતે ગાજતે લઈ જવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024