અમદાવાદ(Ahmedabad)ના ચાંદલોડિયાની યુવતીએ ઝેરી દવા પીને આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો. સૂસાઈડ નોટ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ ઈસમો દ્વારા યુવતીના ફોટો સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ કરવાની ધમકી આપતા હતા. યુવતીને ખાનગી હોસ્પિટલ(Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવી. રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ” હું આત્મહત્યા કરવા જાઉ છું. આ ત્રણે લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે અને મારી નાંખવાની ધમકીઓ આપે છે. અપશબ્દો બોલે છે, મારે ઘરની બાર જવું જોખમ બની ગયું છે. આ લોકો ફરિયાદ પાછી ખેંચવા મજબૂર કરે છે. મેં 23-8-2021ના રોજ ગુનો દાખલ કરેલ છે. જલભાઈ કરશનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. ત્યારથી જલાભાઈ જેલમાં હોય અને તેના અંગત મિત્રો મારી જોડે ગુનો પાછો ખેચવા માટે અવાર-નવાર જ્યાં નીકળું ત્યાં આવીને એકલતાનો ફાયદો ઉઠાવીને મને હેરાન કરે છે. એક બે વખત ગાડી લઈને આવેલ. કાળા કલરની આઇટેન લઈને આવેલા અને મને જબરજસ્તી અંદર બેસાડી દીધી અને મને ઉઠાવી આયા છીએ તું ગુનો પાછો ખેંચી લે. જલાભાઈએ અમને વીડિયો આપેલ છે. તે વાયરલ કરી દેશું અને તને ક્યાંયની નહીં રાખીએ.
બીજી વખત આયા ત્યારે ક્રેટા લઇને આવ્યા હતા, ત્યારે એસિડ જોડે હતું. મારી ઉપર નાંખવાની ધમકી આપેલ ત્યાંથી મારો જીવ બચાવી ને ઘેર આવી ગઈ. મને વારંવાર શરીરસુખની માંગ કરે છે અને વીડિયોથી બ્લેકમેલ કરે છે. આ લોકોથી હું ખૂબ જ કંટાળી ગઈ છું. એટલે હું આ પગલું ભરું છું. આ લોકો મેં વિરુદ્ધ આગળ અરજી કરેલ છે. 16-9-2021ના રોજ આ અરજીની કોઈ કાર્યવાહી કરી નથી. હું એટલે ખબ કંટાળીને મજબૂરીએ આત્મહત્યા કરું છું અને હું એકલી રહું છું ભાડાના મકાનમાં”.