પાટણ શહેરના કાજીવાડા પંપીગ સ્ટેશન ની વર્ષોથી સફાઈ કામગીરી કરવામાં આવી ન હોય જેના કારણે અવાર નવાર આ વિસ્તારમાં દૂષિત પાણી આવવાની સમસ્યા ઉદ્ભભવવા પામી હતી.

ત્યારે આ વિસ્તારના કોપોરેટર અને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ તેમજ વોટર વર્કસ શાખાના ચેરમેન સહિત પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ દ્વારા કાજીવાડા સંમ્પની સફાઈ કામગીરી જે તે એજન્સી મારફતે હાથ ધરવામાં આવી હતી.

પાટણ નગરપાલિકા દ્વારા કાજીવાડા સંમ્પની હાથ ધરાયેલી સફાઈ કામગીરીને લઇ ઉપરોક્ત વિસ્તારમા મંગળવારની સાંજે પાલિકા તંત્ર દ્વારા અપાતો પાણી પુરવઠો બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે વર્ષો બાદ કાજીવાડા સંમ્પની પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરીને લઇ વિસ્તારના રહીશોમાં પાલિકા તંત્ર ની કામગીરી સરાહનીય બની હતી.

ત્યારે વોટર વર્કસ સમિતિના ચેરમેન દિક્ષાીત પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા હસ્તકના હયાત સોળ જેટલા પંપીંગ સ્ટેશનો પર આવેલી ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ સંપની ટાંકીઓની વિકાસ ઈલેકટ્રીકને ઠેકો આપવામાં આવતાં તેઓ દવારા ટાંકાઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024