સાંતલપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો…
સાંતલપુર ખાતે થયેલ પતિ દ્વારા પત્ની ની હત્યા ને લઈ ને ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા અને એફ.એસ.એલ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી…
સાંતલપુરમાં પત્ની ની હત્યા કરી પતિ થયો પોલીસ સ્ટેશન માં હાજર, હત્યા નું કારણ ઘર કંકાસ હોવાનું તપાસ માં બાહર આવેલ…
સાંતલપુર વિસ્તારમાં એવી ઘટના સામે આવી જેમાં પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
સાંતલપુર નજીક સમ્રાટ કંપની માં લાલજી ભાઈ નથુભાઈ ખીમસૂર નામનો હત્યારો તેની પત્ની સાથે મીઠાનું મજૂરી તરીકે કામ કરતો હતો. તેની પત્ની અને તેના વચ્ચે કોઈ ઇસ્યુ ઉભો થતા તેની પત્નીની જ હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ બાદ હત્યારો હત્યા કર્યા હોવાનું કબૂલી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હત્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક દેવીબેનને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હત્યા નું કારણ ઘર કંકાસ હોવાનું ડી.વાય.એસ.પી એ જણાવ્યું.
ડી.વાય.એસ.પી ના જણાવ્યા અનુસાર હત્યારો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખોડાસર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો તપાસ દરમિયાન બહાર આવશે હત્યાના આરોપીને ઝડપીને પી.એસ.આઈ સોલંકી ને તપાસ સોંપવામાં આવી. પત્નીના પિતાની ફરિયાદ આધારે સાંતલપુર પોલીસએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.