રાજય સરકાર દવારા એકબાજુ પાણી બચાવોના સ્લોગન અને સૂત્રો માટે લાખો રુપિયાના ખર્ચા ઓ કરી લોકજાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે તો બીજીબાજુ પાટણ શહેરની સરકારી કચેરીઓમાં જ પાણીનો બગાડ થતો જોવા મળી રહયો છે.
ત્યારે પાટણ શહેરના તાલુકા હેલ્થ ઓફિસની પાણીની ટાંકી ભરાઈ ગઈ હોવા છતાં પણ તેને બંધ કરવામાં ન આવતાં હજારો લીટર પાણીનો વ્યય થતો જોવા મળ્યો હતો. તો આ પાણીનો વ્યય થતાંની જાણકારી મેળવતા નજીવી કિંમતે આવતા પાણીને ઉભરાવતું અટકાવતું સાધન બગડી જવાના કારણે મહામુલા પાણીનો બગાડ થતો હોવાનું જાણવા મળ્યું હતું.
આમ રાજય સરકાર દવારા પાણી બચાવોના સ્લોગનો સરકારી કચેરીમાં જ ફરજીયાત પણે અમલ કરાવવામાં આવે તો મહદઅંશે પાણીનો થતો બગાડી અટકાવી શકાય તેમ છે.