પાટણ શહેરમાં આવેલી વિવિધ સરકારી શાળાઓના જરુરીયાતમંદ અને ગરીબ બાળકોને વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ પોતાના પ્રોજેકટને અનુલક્ષી વિવિધ શૈક્ષણિક કીટોનું વિતરણ કરતી હોય છે ત્યારે આજરોજ પાટણ શહેરના વોર્ડ નં.૯માં આવેલી ઠકકરબાપા પ્રાથમિક શાળા ખાતે રોટરી કલબ ઓફ પાટણ દ્વારા રોટરીના ચાઈલ્ડ મીશન અંતર્ગત પ૦૦ નોટબુકો સહિત પેન્સીલનું વિતરણ કરી જરુરીયાતમંદ અને ગરીબ બાળકોને મદદરુપ થવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રોટરી કલબ ઓફ પાટણના શૈલેષ સોનીએ જણાવ્યું હતું કે રોટરીના ચાઈલ્ડ ડેવલોપમેન્ટ અને ટીચ પ્રોજેકટ અંતર્ગત ઠકકરબાપા શાળાની પ૦૦ જેટલી બાળકીઓને નોટબુકો અને પેન્સીલનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી

આગામી સમયમાં ચાઈલ્ડ ડેવલોપમેન્ટ અને ટીચ પ્રોજેકટ અંતર્ગત ત્રણ હજાર ચોપડા અને પેન્સીલોનું વિતરણ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબ ઓફ પાટણના પ્રમુખ સહિતના હોદેદારો અને વોર્ડ નં.૯ના કોપોરેટર દેવચંદભાઈ પટેલ અને શાળા સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024