પાટણ જિલ્લા પંચાયતના નિવૃત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થવા પામ્યા છે. જેને લઇને આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે હારીજ તાલુકાના વાદિ વસાહત પ્રાથમિક શાળામાં નોકરી કરતા નરેશભાઈ રાવલે નિવૃત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે નાણાંકીય લેતી દેતિના ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
નરેશભાઈ રાવલે જણાવ્યું હતુંકે હું હારીજ તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો. જ્યાં મંજૂર મહેકમ બે હતું જેને લઈને વધ ઘટ બદલી કેમ્પમાં મારી બદલી વાદી વસાહતમાં કરાઈ હતી. ત્યારે ૧લી જૂનના રોજ ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાનું આકિસ્મક અવસાન થયું હતું ત્યારે તેમની જગ્યાએ સરકારી નિયમ મુજબ જ્યારે પણ શિક્ષકની ઘટ હોય ત્યારે બદલી થયેલ શિક્ષકને બઢતીની તક મળતી હોય છે.
પરંતુ આ તક મને ના આપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નિવૃતિના આગળના દિવસે ૧૦ થી ૧ર જેટલા શિક્ષકોની બદલી કેમ્પ વગર જ બદલી કરી દીધી હતી. જેને લઇને આજરોજ નરેશભાઈ રાવલે ન્યાય માટે પાટણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન મેતુબેન રાજપૂતને રજૂઆત કરી હતી.
આ બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન મેતુબેન રાજપૂતે ડરતા ડરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીએ પૈસાની લેતી દેતી કર્યા હોવાના આક્ષોપો કરી કંઈક આ રીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે ચાર્જ સંભાળતા જ નિવૃત્ત પ્રાથમિક શિક્ષાણાધિકારી વિરુધ્ધ ભ્રષ્ટાચારની રુબરુ ફરિયાદો મળી હતી.
ફરિયાદોના સંદર્ભમાં તપાસ સોંપી માહિતી મંગાવવામાં આવી છે અને માહિતીમાં અનિયમિતતા જણાશે તો વડી કચેરીનું ધ્યાન દોરી નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તો જિલ્લા પંચાયતના શિક્ષાણ સમિતિના ચેરમેનને તેનો લાભ ન મળ્યો હોવાથી આક્ષોપો કરવામાં આવી રહયા હોવાનું પણ શિક્ષાક આલમમાં ચચર્ચાઈ રહયું છે.