ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાતી અને માત્ર કાગળ પર જ દારુબંધી જોવા મળી રહી છે પરંતુ હકીકતમાં પાટણ શહેર સહિત જિલ્લામાં દારુની રેલમછેલ જોવા મળી રહી છે ત્યારે સાંતલપુરના નવા જાખોત્રા ગામે ચાલતા દારુના વેપલાને બંધ કરાવવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી
ત્યારે આ અંગેની જાણ બુટલેગરોને થતાં તેઓના ઘરે આવી ધારદાર હથિયાર વડે હૂમલો કરી વૃધ્ધ પતિ-પત્નીને ગંભીર રીતે ઘાયલ કર્યાં હતા.
આમ પાટણ જિલ્લામાં બુટલેગરો બેફામ બનતાં પોલીસ લોકોની રક્ષા કરવાને બદલે બુટલેગરો સામે કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસની કામગીરી સામે પણ શંકાઓ ઉભી થવા પામી છે.
તો ફરિયાદીએ લેખિત ફરીયાદ આપવા છતાં પણ આજદીન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી હોવાનું લોકમુખે ચર્ચા રહયું છે.