જાયન્ટસ કલબ ઓફ પાટણના પ્રમુખ અને હરહંમેશ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતાં નટુભાઈ દરજીના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય પ્રોજેકટો થકી લોકઉપયોગી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
ત્યારે સવારે ૯.૦૦ વાગે શેઠ ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળામાં પ૦ બાળકીઓને શૈક્ષણિક કીટ અને નટુભાઈના જન્મદિનની કેક કાપી બાલિકા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ઝૂંપડપટીમાં ૮૦ બાળકોને દાબેલી અને કેક વિતરણ, ફતેસિંહરાવ લાયબેરી માં રૂપિયા પ૧૦૦ , આનાવડા ગૌશાળામાં ૩૬૦૦, પાટણ પાંજરા પોળમાં ૧૧૦૦ ,નીરવ ગાંધીના દેશભક્તિ કાર્યક્રમમાં ૩૧૦૦, ગાયત્રી મંદિરમાં ૧૧૦૦, લવારવાસમાં ૭૦ કિલો ગોળ એમ વિવિધ ૧ર જેટલા સેવાકીય પ્રોજેક્ટો કરીને પોતાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.