માનવ સેવા એજ પ્રભુ સેવા માં માનનાર જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા શ્રાવણ માસ નાં અંતિમ દિવસે વિવિધ સેવાકીય પ્રવુતિ થકી ઉજવણી કરવામાં આવી હતી.
પવિત્ર શ્રાવણ માસ નાં અંતિમ દિવસે જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા રામભરોસે દાતા ના સહયોગથી આનાવડા ગૌશાળામાં ઘાસ ચારા માટે રૂપિયા ર૧૦૦ અપ્રણ કરવામાં આવ્યા હતા તો શહેરના જલારામ મંદિરમાં શ્રાવણ માસ દરિમયાન ચાલતી શિવપુરાણ કથાના છેલ્લા દિવસે વંદનીય વક્તા રશ્મિકાંતભાઈ રાવલનું સ્ટીલ ડીનર સેટ અને જીવન જરૂરિયાતની કીટ સાથે સંગીત કલાકારોને રૂપિયા પ૦૦ નું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું
તો કથા શ્રવણ નો લાભ લેનારા આશરે ર૦૦ ઉપરાંત ભક્તો ને કેસર દૂધ ની પ્રસાદી ધીરેશભાઈ પી સુથાર ના સહયોગથી વિતરણ કરવામાં આવી હતી. આ સાથે શ્રાવણ માસ ના છેલ્લા દિવસ અંતર્ગત દાતા પ્રહલાદભાઈ એન પટેલ ના સહયોગથી જરૂરિયાત મંદ ર૧ બ્રાહ્મણો ને રાશનકીટ તેમના ઘરે પહોંચતી કરવામા આવી હતી.
જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા શ્રાવણ માસ નાં અંતિમ દિવસે આયોજિત કરવામાં આવેલ વિવિધ સેવાકીય કારયો ને સફળ બનાવવા પરિવાર નાં પ્રમુખ નટવરભાઈ દરજી સહિતના સભ્યોમાં યોગેશભાઈ સોલંકી અને હર્ષદભાઈ પંચાલ દ્વારા જહેમત ઉઠાવી હતી.