પાટણ શહેરનાં પંચમુખી હનુમાન મંદિર પાસેના અંબિકા શાકમાર્કેટ બિરાજમાન ભગવાન શિવશંકરના મંદિર ખાતે વર્ષો ની પરંપરા પ્રમાણે ગતરોજ સોમવતી અમાસનો રુદ્રયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં યજમાન તરીકે અત્રેના વેપારી અમૃતભાઈ ઝેણાભાઈ પટણી પરિવારે પૂજા-અર્ચના કરીને તથા યજ્ઞમાં આહુતિ આપીને પૂણાહૂતિ કરી હતી.

આ પ્રસંગે પાટણ શાકમાર્કેટનાં વેપારીઓ તથા પ્રમુખ મનોજભાઈ પટેલ અને મંત્રી કનુભાઈ પટેલ સહિત વેપારી મિત્રો ઉપસ્થિત રહયા હતા.

તો પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ બગેશ્વર મહાદેવ ના મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોની સાથે વિવિધ આંગીઓ કરવામાં આવી હતી.

ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે બગેશ્વર મહાદેવ ખાતે એક હજાર કિલોની ફળ ફળાદીની સુંદર આંગી કરવામાં આવતાં શ્રધ્ધાળુઓમાં આકષણનું કેન્દ્ર બની હતી. ત્યારે શ્રાવણના અંતિમ સોમવારે બગેશ્વર મહાદેવ ખાતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ભાવિકભકતોએ આરતીના દર્શનનો અને ફ્રુટની આંગીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024