પાટણ: ગુજરાત લાઇબ્રેરી નિયામક પંકજભાઇ ગોસ્વામી દ્વારા પાટણની શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લેવામાં આવી
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત ગુજરાતનાં લાઇબ્રેરી નિયામક પંકજભાઈ ગોસ્વામી દ્વારા લેવામાં આવી.
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ લાઇબ્રેરી માં સતત 133 વર્ષ થી પાટણનાં વાચકોની સેવા કરવામાં આવી રહી છે. સમય પ્રમાણે છેલ્લાં કેટલાક સમયથી વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને પાટણનાં નગરજનોને, વિધાર્થીઓ, મહિલાઓ ને લાભ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રવૃતિઓની ખાસ નોંધ લઈને આજે બપોરે ગાંધીનગર થી ગુજરાત લાઇબ્રેરી નિયામક પંકજભાઇ ગોસ્વામી દ્વારા લાઇબ્રેરી ની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ લાઇબ્રેરી ની પ્રવૃતિઓની માહિતી મેળવીને ગુજરાતમાં આવી ઐતિહાસીક ધરોહર અને અન્ય કોમ્પ્યુટર ક્લાસ, રીડિંગ રૂમ, અપ્રાપ્ય પુસ્તકો વગેરે જોઇને લાઇબ્રેરીમાં ચાલતાં કાર્યક્રમોથી આનંદ વ્યક્ત કર્યો હતો.
તેઓએ લાઈબ્રેરી નાં વિકાસ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે લાઇબ્રેરી તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લાઇબ્રેરી નાં પ્રમુખ ડૉ. શૈલેષ બી. સોમપુરા, મહાસુખભાઈ મોદી મંત્રી, સુરેશભાઈ દેશમુખ, સુનિલભાઈ પાગેડાર, જીલ્લા પુસ્તકાલય નાં ઝાલા સાહેબ તથા બેન હાજર રહ્યાં હતાં.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.