World Cancer Day Patan

4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે અને કેન્સર સામેની લડત માટે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે તે સંદર્ભે પાટણ ખાતે આવેલી ભારતીય હોસ્પિટલના જાણીતા કેન્સર સર્જન ડોક્ટર જયેશ રાવલ દ્વારા વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે ૧૫ લાખ જેટલા કેન્સરના નવા દર્દીઓ સામે આવી રહ્યા છે જેમાં આગળના સ્ટેજ ઉપર પહોંચી ગયેલ આઠ લાખ જેટલા દર્દીઓ સારવાર મળવા છતાં મૃત્યુ પામે છે દર સાતમાંથી એક વ્યક્તિને કેન્સર થવાની સંભાવનાઓ રહેલી હોવાનું જણાવી સામાન્ય રીતે કેન્સરના પ્રકારોમાં ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, પેટનું કેન્સર અને ગર્ભાશયના કેન્સરના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોવાનું જણાવ્યું હતું.

જેમાં સમયસર નિદાન અને સારવારથી દર્દીને સંપૂર્ણ સાજો કરી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું ડોક્ટર જયેશ રાવલના જણાવ્યા અનુસાર તમાકુનું સેવન દારૂનું સેવન કેમિકલ હવા નું પ્રદૂષણ અને કેમિકલ યુક્ત ખોરાક કેન્સર થવા માટે જવાબદાર પરિબળો હોય છે જ્યારે વધારે વજન અને લાઇફ સ્ટાઇલમાં બેઠાડું જીવન પણ કેન્સર થવાની ભૂમિકા ભજવી શકવાનું જણાવ્યું હતું તો ગુજરાત મોઢાના કેન્સર માટે હબ હોવાનું જણાવી ગુજરાતમાં મોઢાના કેન્સરના વધારે કેસો જોવા મળતા હોવાનું જણાવ્યું હતું તો વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ભારતીય હોસ્પિટલમાં આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી અંગે માહિતી આપતા ડોક્ટર જયેશ રાવલ એ જણાવ્યું હતું કે પાટણ જેવા નાના શહેરમાં ઇન્ટરનેશનલ દર્દીની આ પ્રથમ સર્જરી થવા પામે તે પાટણ માટે ગૌરવની બાબત ગણાવી હતી.

તો દર્દીની માતા સાથેની મુલાકાત દરમિયાન તેમણે ભારત અને પાટણ અંગે ખૂબ જ પોઝિટિવ અભિગમ દર્શાવી ભારતી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફના વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો તો ડોક્ટર જયેશ રાવલ સાથેની મુલાકાત દરમિયાન એનેસ્થેસિયા ડોક્ટર રાઠોડ અને રોટરી ક્લબ પાટણના ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024