ભગિની સમાજ પાટણ દ્વારા સંડેર ગણપતિ વૃધ્ધાશ્રમમાં રહેતા ભાઈઓ અને બહેનોને જીવન જરુરીયાતની ચીજવસ્તુઓની કીટો અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં આશરે ૩પ જેટલા ભાઈઓ અને બહેનોને જીવન જરુરીયાત ચીજવસ્તુઓની કીટ આપી તેઓને મદદરુપ થવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.