માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવલા નોરતાની ચોથી રાત્રીએ સમગ્ર પાટણ જિલ્લામાં મહોલ્લા, પોળ અને શેરી અને સોસાયટીઓમાં ગરબા રાસ રમતા ખૈલેયાઓની રમઝટ જામી હતી. શહેરમાં વિવિધ ગરબી મંડળો દ્વારા પ્રથમ માતાજીનું પૂજન પૂજા આરતી કર્યાં બાદ માતાજીના ગરબાની રમઝટ જામી હતી.
જિલ્લાભરમાં ચોથા નોરતામાં વિવિધ નવરાત્રિ મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિ સાથે શેરી ગરબાઓ યોજાઈ રહ્યા છે. ત્યારે પાટણ શહેરના ચાચરીયા વિસ્તારમાં કસુંબીયાપાડા ખાતે લીમડીચોક યુવક મંડળ દવારા મહોલ્લામાં માતાજીની છબીની સ્થાપના કર્યાં બાદ તેઓની આરતી અને પૂજા કર્યા બાદ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવતો હોય છે
ત્યારે કસુંબીયા પાડા ખાતે ગતરોજ સ્થાનિક રહીશો દવારા ટ્રેડીશનલ ડ્રેસ સહિત પાટીદાર સમાજના પરંપરાગત પહેરવેશ એવા વાદળીયુ પહેરીને બહેનો ગરબે ઘુમતાં આકર્ષણ નું કેન્દ્ર બની હતી.
તો માતાજીના નોરતાને લઈ બાળકો, યુવાનો અને વૃધ્ધો ગરબે ઘુમી માતાજીની અનેરી ઉપાસના સાથે ભકિત કરી ધન્યતા અનુભવી હતી.