Patan Demo Trains : પાટણ રેલવે સ્ટેશનેથી આવતી જતી બે ટ્રેનોને તા. 13મી સુધી રદ કરાઈ છે. સાબરમતી અને કાલુપુર સ્ટેશને હાલમાં પ્લેટફોર્મને લગતી ચાલી રહેલી કામગીરીને લઈને અનેક ટ્રેનોનાં રૂટ ટુકાવવામાં આવ્યા છે અથવા તો બાદલવામાં આવ્યા છે. તેમજ કેટલીક ટ્રેન થોડા દિવસ માટે રદ કરાઈ છે. ત્યારે પાટણ રેલવે સ્ટેશને સવારે 11.25 કલાકે આવતી ડેમુ ટ્રેન નં. 9369 સાબરમતિ-પાટણ (ડેમુ) અને બપોરે 12-30 કલાકે ઉપડતી ટ્રેન નં. 9370 પાટણ સાબરમતી ટ્રેન ને 13 જાન્યુઆરી સુધી રદ કરાઈ છે.
જ્યારેટ્રેન નં. 09433 સાબરમતીથી પાટણ સ્ટેશને 20-30 વાગે આવતી ડેમુ ટ્રેનને તા. 10 થી 12 દરમ્યાન અને પાટણ સ્ટશેનથી સવારે 6-20કલાકે ઉપડતી ડેમૂ ટ્રેન નં. 9434 ને તા. 11 મી થી તા. 13 મી સુધી સંપૂર્ણ રદ કરાઇ છે. આ ટ્રેનોની હવે પછીની સ્થિતિ ફરીથી રેલ્વે જાણ કરશે.