કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધો-૧૦ ની એસ એસ સી બોર્ડ ની પરિક્ષા મૌકુફ રાખીને તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આધારે પાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે બુધવારના રોજ ધોરણ ૧૦ બોર્ડના વિધાર્થીઓનું પરિણામ સવારે ૭-૩૦ વાગ્યાથી દરેક સ્કુલોમાં ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો માંથી જ વિધાર્થીઓ જોઈ શકે તેમ હોવાથી પાટણની વિવિધ સ્કુલમાં સવાર થીજ ધોરણ ૧૦ નાં વિધાર્થીઓ પોતાનું પરિણામ જાણવા સ્કુલ ઉપર પહોંચ્યા હતા.

પાટણની સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માક્ર્સશીટ તૈયાર કરી વિધાર્થીઓને આપવાની શરૂઆત કરતા વિધાર્થીઓ માક્ર્સશીટ લેવા માટે પહોંચ્યા હતા. જોકે વિધાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માકર્સશીટની પિ્રન્ટ આપવામાં આવી હોવાનું એકસપરીમેન્ટલ હાઈસ્કૂલના આચાર્ય ધનરાજ ઠકકરે જણાવી જે માકર્સશીટ માત્ર એડમિશન મેળવવા માટે જ આપવામાં આવી હોવાનું પણ સ્કુલ સંચાલકો એ જણાવી વિધાર્થીઓને ઓરિજિનલ માક્ર્સશીટ સરકાર ની સુચના મળે આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કોરોના ની મહામારી ને કારણે ધો-૧૦ ની પરિક્ષા નહી લેવાનો નિપર્ણય કરી તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આધારે પાસ કરવાનાં સરકાર નાં નિણય બાદ બુધવારના રોજ જાહેર કરવામાં આવેલ ધો-૧૦ નાં વિધાર્થીઓ નાં માસ પ્રમોશન આધારે નાં પરિણામ ને લઈ હોશિયાર વિધાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.

પાટણ ની એકસપરિમેન્ટલ શાળાની વિધાર્થની પટેલ પ્રાન્સી એ પરિણામ ને લઈ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા ન યોજાવાથી પરિણામ ધાર્યા કરતા આછું હોવાનું જણાવી જો પરિક્ષા લેવામાં આવી હોત તો અમને પરિણામ થી સંતોષ થાત તેમ જણાવ્યું હતું. અને વધુમાં કોમ્પ્યુટર સાયન્સ થકી તેઓ પોતાની કારકિર્દી કરવાનું જણાવ્યું હતું.

તો એકસપરીમેન્ટલ હાઈસ્કૂલની ટોપર વિધાર્થીની સૈયદ હનફા સાજીદમીયા ૯૯.૮૬ ટકા પર્સન્ટાઈલ રેન્ક સાથે સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવતાં તેના વાલી સહિત વિધાર્થીનીને હાઈસ્કૂલના પિ્રન્સીપાલ ધનરાજભાઈ ઠકકરે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સૈયદ હનફાએ પીટીએન ન્યુઝની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આઈઆઈટીમાં પ્રવેશ મેળવી પોતાની ઉજવળ કારકિર્દી ઘડવાનું જણાવી ટયુશન પ્રથા ઉચ્ચ ટકાવારી લાવવા મહત્વની હોવાનું જણાવી રોજના ચાર થી પાંચ કલાક મહેનત કરવાથી સફળતા મેળવી શકવાનું જણાવ્યું હતું.

અને એકસપરીમેન્ટલ હાઈસ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ શાળાના શિક્ષાકો સહિત પોતાના માતા-પિતાને શ્રેય આપ્યો હતો. આમ ધો-૧૦ નાં માસ પ્રમોશન આધારે મળેલાં પરિણામને લઈ વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024