કોરોનાના કારણે ગુજરાતમાં ધોરણ -૧ર સામાન્ય પ્રવાહના નિયમિત વિધાર્થીઆેને માસ પ્રમોશન આપ્યા પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે સવારે ૮ વાગે વેબસાઇટ પર આેનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું .

જે સ્કૂલો દ્વારા પોતાના વિધાર્થીઆેના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી. શહેરની એકસપરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે વિધાર્થીઆેની માર્કશીટની પિ્રન્ટ આપવામાં આવી હતી એકસપરિમેન્ટલ હાઇસ્કુલ માં એક વિધાર્થી એ-૧ ગ્રેડમાં સ્થાન પામ્યો છે. જ્યારે બી-૧માં ૧૦ વિધાર્થીઆેનો સમાવેશ થયો છે.

પરીણામને લઈને આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે રાજ્ય સરકારે કરેલ મૂલ્યાંકન બાદ જાહેર કરેલ પરિણામ થી સંતોષ વ્યક્ત કર્યો હતો.પાટણ જિલ્લામાં ૧ર સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થતા જિલ્લાના ૮૧૯૦ વિધાર્થીઆે પૈકી ૪ વિધાર્થીઆે એ -૧ ગ્રેડ પરિણામ હાંસલ કયુઁ છે . જ્યારે ૭૮ વિધાર્થીઆે એ-ર માં , ૪પ૮ વિધાર્થીઆે બી -૧ અને ૧૪૦૩ વિધાર્થીઆે બી-ર ગ્રેડ મેળવ્યો હતો .

જ્યારે ર૭૪પ વિધાર્થીઆે સી -૧ માં અને ર૬૭પ વિધાર્થીઆે સી-ર ગ્રેડ મેળવ્યો હતો . જ્યારે ૭ર૦ વિધાર્થીઆે ડી ગ્રેડમાં અને ૧૦૭ વિધાર્થીઆે ઈ -૧ માં આવ્યા હતા . આમ પાટણ જિલ્લાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024