પાટણ નગરપાલિકાની ર૮મી જુલાઈ ર૦ર૧ને બુધવારના રોજ બપોરે ૪ કલાકે સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં એજન્ડાના ૧૦પ કામો સહિત વધારાના એજન્ડાના ૧૦ કામોની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય સભામાં બહુમતીના જોરે અને નિયમ વિરુધ્ધ એજન્ડાના કામોને બહુતીથી પાસ કરવામાં આવ્યા હતા.

આ કામોના વિરોધમાં વિરોધ પક્ષાના પાંચ કોપોરેટરો અને એક અપક્ષાના કોપોરેટર મળી કુલ છ નગરસેવકોએ રીજીયોનલ કમિશ્નરશ્રી મ્યુનિસિપાલટીની કચેરી ગાંધીનગર ખાતે વિવાદના કામે અરજી કરવાની હોઈ પાંચ દિવસમાં ર૭ જેટલા ઠરાવોની નકલો આપવા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ એકટની કલમ રપ૮ હેઠળ રીજીયોનલ કમિશ્નરની કચેરીમાં જવાનું હોવાથી આ ઠરાવોનું અમલીકરણ ન કરવા ચીફ ઓફિસર સમક્ષા માંગ કરી હતી.

અને જો તેઓ દ્વારા ઠરાવોનું અમલીકરણ નિયમ વિરુધ્ધ કરવામાં આવશે તો તેઓની પણ અંગત જવાબદારી રહેવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. તો સામાન્ય સભાના એજન્ડાના વિવિધ રપ કામો સહિત વધારાના એજન્ડાના પાંચ અને નવ નંબરના કામોના ઠરાવોને રીવ્યુમાં લેવા લેખિતમાં અરજી આપવામાં આવી હતી.

આ બાબતે વિપક્ષાના નેતા ભરત ભાટીયાએ પાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના કોપોરેટર દ્વારા બહુમતીના જોરે ભ્રષ્ટાચારના કામો સહિત રજાચિઠી બાબતે બેધારી નીતિના નિર્ણયો લેવામાં આવતાં તેઓ દ્વારા ર૭ જેટલા કામો રીવ્યુમાં લેવા લેખિતમાં આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે અને દિન-પ માં તેઓને આ કામોના ઠરાવોની નકલો આપવી જેથી તેઓ રીજીયોનલ કમિશ્નરની કચેરી ખાતે ઠરાવના વિરુધ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024